Tuesday, November 29, 2011

"સ્થિતપ્રજ્ઞ"

સામેની કોર ભણી ગાજ્યો'તો વાયરો,
વહેતો ‘ને રમતો, થનગનતો બાંવરો
સૂર્યાક્ષી સીમાઓ, ઓળંગતો, ગાતો,
ઈશ્વર-સંવાદનો એ ગણગણતો ડાયરો

આવી રે ઊભ્યો, પછી થયો સ્થિતપ્રજ્ઞ
શ્વાસ ગયો છૂટી - થયો શૂન્ય, મગ્ન.
જોયો ભગવંત...પેલો, રમતો'તો સાંવલો
વાંસળીએ ઝૂલ્યો, મીઠડો મુહાવરો!

~ આકાર

No comments: